About FATESVAR MAHADEV

My photo
at:arena ta:mangrol dis:junagadh વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય ઇ.સ. 1955 માં થયું છે.જે ખંડિત મૂર્તિ હતીં ઇ.સ.1959 માં શ્રી પ્રગટનાથજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી ઇ.સ.1965 માં પૂ.સ્વામી ગુરુચરણાનંદ તીર્થ ફતેશ્વરમાં બિરાજમાન થયા અને તેમણે ફતેશ્વર સંન્યાસ આશ્રમની સ્થાપના કરી.અને તેમણે અનેક સાધનાઓ કરી. ફતેશ્વર મહાદેવના મંદિર માં મહાશિવરાત્રીના દિવસે મહાપૂજા થાય છે શ્રાવણી અમાસના દિવસે બિલીપત્રથી મહાપૂજા થાય છે તેમજ લીલા નાળિયેરનો શિવજી પર અભિષેક કરવામા આવે છે.ઋષિપંચમીના દિવસે લોકમેળો યોજાય છે..

Tuesday, 30 August 2011

maha puja

માંગરોળ તાલુકાના આરેણા ગામના ફતેશ્વર મુકામે તારીખ ૨૯/૮/૧૧ ના રોજ એટલે કે શ્રાવણ માસની અમાસના દિવસે દર વર્ષની પરંપરા અનુસાર શિવજી પર લીલા નાળિયેરનો જલાભિષેક કરવામા આવેલ આ દરમિયાન ઘણા ભકતજનો ને ભાવિકોએ ભાગ્યનુ ભાથું બાંધવા ઉપસ્થિત રહ્યા હતા.સાંજ ઢળતા ધોધમાર વરસાદમાં પણ પરંપરા મુજબ શિવભકતોએ શિવલિંગ પર બિલ્લી પત્ર ચડાવીને મહાપુજા કરી હતી.